બજરંગદાસ બાપા,
બગદાણા ધામ
ભાવનગર થી ૭૮ કિલોમીટર
બજરંગદાસ બાપા,
🌹૧૯૪૧ માં બગદાણા આવ્યા
🌹૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી
🌹૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલુ કર્યું
🌹૧૯૬૦ માં ભુદાન હવન કર્યો
🌹૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનનાં યુદ્ધ વખતે લશ્કરને આર્થિક મદદ કરી
🌹 ૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને આર્થિક મદદ કરી
🌹 ૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને ખૂબજ મોટી મદદ કરી
સંતભૂમી સૌરાષ્ટ્રની અને એમાં રૂડું બગદાણા ગામ,,
બાપા બજરંગદાસ બિરાજતા અને રટતા સીતારામ.
---- બાપા નું નામ બજરંગદાસ કેવી રીતે પડ્યું? ----
૧૯૦૬ નું વર્ષ હતું. ભાવનગરના અધેવાડા ગામમાં હિરદાસજી અને શિવકુંવરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું. શિવકુંવરબા સગર્ભા હતા ત્યારે તેઓ પિયર જતા હતાં અને રસ્તામાં તેને પ્રસવની પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર હતું. આજુબાજુની બહેનો મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડીમાં લઇ ગયા અને મંદિરમાં હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા માંડ્યા અને એવા શુભ દિવસે એક બાળક નો જન્મ થયો અને તે બાળકનું નામ રખાયું " ભક્તિરામ ".
નાનપણથી જ ભક્તિરામ નાં મનમાં માતા પિતા ના સંસ્કાર હતા,, ભક્તિરામ ના નામ પ્રમાણે જ ગુણ હતા.
એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂતા હતા આથી માતા શિવકુંવરબા તેને જગાડવા જાય છે અને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ હતો. પછી માતા શિવકુંવરબા ને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણ ના અવતાર હોવા જોઇએ.
ભક્તિરામ ને તો ભક્તિ ની એવી માયા લાગી ગઈ હતી કે તેઓ ધોરણ ૨ સુધી જ ભણ્યા અને ૧૧ વર્ષ ની ઉંમરે તે તેમના ગુરુ સીતારામ બાપુ પાસેથી દિક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા. પોતાની યોગસિદ્ધિ પૂર્ણ થતાં તે ગુરુ ને દક્ષિણા દેવા ગયા.અને ભક્તિરામે સીતારામ બાપુ ને ગુરુદક્ષિણા માગવા કહ્યું. પણ સીતારામ બાપુ ભક્તિરામને ઓળખી ગયા હતા કે આ કોઈ સામાન્ય બાળક નથી,, આ એક રામ નો અવતાર છે. અને સીતારામ બાપુ બોલ્યા કે ખરા ગુરુ તો તમે છો મારે તમને કંઇક આપવાનું હોય.
ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર તમે મને કંઈક આપવા ઇચ્છતા હો તો એવું કંઇક આપો કે મારા રુવે રુવે રામનું રટણ ચાલુ જ રહે. ત્યારથી સીતારામ બાપુએ એમને નવું નામ આપ્યું " બજરંગી " અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દિન દુખિયા ની સેવા કરો અને તમે આખા જગતમાં " બજરંગદાસ " તરીકે ઓળખાશો. ત્યારથી આખા જગતમાં " બાપા બજરંગદાસ " અને " બાપા સીતારામ " ના નામથી ઓળખાવા લાગ્યા.
-------- બજરંગદાસ બાપા વિશે થોડું વધારે -------
બાપાએ ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા ભ્રમણ કરવા લાગ્યા. અને તેમનો પહેલો મુકામ થયો સુરત. જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ ઉપર આવેલ લક્ષ્મીનારાયણ નાં મંદિરમાં રહ્યા.
ત્યાંથી તેઓ ચાલતા ચાલતા હનોલ ગામે રણજીત હનુમાનજીના મંદિરમાં સાત વર્ષ રહ્યા.
તેમના ભ્રમણ દરમ્યાન ભાવનગર આવ્યા ત્યાં તે સમયના પ્રખ્યાત જાડેજા કુટુંબ ના ઘરે પણ રહ્યા.
ત્યાંથી તેઓ પાલીતાણા,જેસર પણ રહ્યા. અને ત્યાંથી બાપા કળમોદર ગયા જ્યાં તેઓ ૩ વર્ષ રોકાયા. બાપાના હાથે આ બધી જગ્યાએ ઘણા ચમત્કાર પણ થયા પણ બાપા તો એક જ વાત બોલતા કે જેવી મારા વ્હાલાની મરજી. ભ્રમણ કરતા કરતા બાપા બગદાણા આવ્યા. ત્યારે તેમની ઉંમર ૩૫ વર્ષની હતી. ત્યાં બાપા ના એટલા ભકતો બાપા ને જોવા અને આશીર્વાદ લેવા આવ્યા કે પછીથી બાપા ત્યાંજ રોકાઈ ગયા.
🌹 બગદાણા ખાતે વર્ષમાં અહીંયા ૨ વાર ઉત્સવ ઉજવાય છે જેમાં એક બજરંગદાસ બાપાની પુણ્યતિથિએ અને બીજો ઉત્સવ અષાઢ સુદ પૂનમે એટલે કે ગુરુપૂર્ણિમા ના દિવસે
આ ઉત્સવો દરમ્યાન બજરંગદાસ બાપાના લાખો શ્રદ્ધાળુઓ અહિયાં દર્શનનો લાભ લેવા ઉમટી પડે છે.
🌹 હાલમાં બગદાણા આશ્રમનું સંચાલન બાપાશ્રી ના પરમ શિષ્ય મનજીબાપા કરી રહ્યા છે.
બધા ભકતો અહીંયા મહાપ્રસાદ પણ લે છે,,, અહીંયા મહાપ્રસાદ દરરોજ આખો દિવસ ચાલુ રહે છે. ગુજરાતમાં કોઈ ગામડું કે શહેર એવું નહિ હોય કે જ્યાં બાપની મઢુલી ના હોય.... લોકો અહીંયા દૂર દૂર થી દર્શન કરવા આવે છે એટલે જ આજે બગદાણા એક મોટું ધામ બની ગયું છે.
રેકોર્ડ : આખા ભારત દેશમાં એક પણ રૂપિયો લીધા વગર ભક્તોને સૌથી વધારે જમાડવામાં આવતા હોય તો તે બગદાણા ધામ....
ભારતનાં ઇતિહાસમાં એક સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા મૂકીને પોષ વદ ચોથ ના દિવસે દેવ થઈ ગયા અને બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ.
ભાવનગરની ભક્તિમય જનતા તરફથી બજરંગદાસ બાપાને કોટી કોટી વંદન........
0 टिप्पणियाँ:
एक टिप्पणी भेजें
सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]
<< मुख्यपृष्ठ