*સનક સનંદન સનાતન અને સનતકુમાર*
*સનક સનંદન સનાતન અને સનતકુમાર*
બ્રહ્માજીને સૃષ્ટિ રચવા કરવાની ઈચ્છા થવાની સાથે જ સંકલ્પ માત્રથી બ્રહ્માજી થી ચાર કુમારો ઉત્પન્ન થયા જે બ્રહ્માજીના માનસ પુત્રો કહેવાયા જેઓના નામ *સનક સનંદન સનાતન અને સનતકુમાર* એ ચારેય કુમારો માં શુદ્ધ સત્વગુણના સ્વરૂપ હતા, એમનામાં રજોગુણ કે તમોગુણ લેશમાત્ર પણ ન હતા, તેમનામાં પ્રમાદ નિદ્રા આળસ વગેરે કાંઈ જ ન હતું અને સૃષ્ટિના કાર્યમાં એમની પ્રવૃત્તિ પણ ન હતી બ્રહ્માજીએ સૃષ્ટિ નિર્માણ કરવાની આજ્ઞા કરી તો એ સૃષ્ટિકર્તા બ્રહ્માની આજ્ઞા નો સ્વીકાર ન કર્યો વિશ્વમાં જ્ઞાનના ની પરંપરા જાળવી રાખવા માટે સ્વયં ભગવાને આ ચાર કુમાર ના રૂપમાં અવતાર ધારણ કર્યા હતા ચારેય કુમારની જન્મથી જ રૂચી ભગવાનનું નામ તથા ગુણોનું કીર્તન કરવું ભગવાનની લીલાઓનું વર્ણન કરવું અને એ પાવન લીલાઓને સાંભળવી શ્રવણ કરવી એમાં જ એ ચારેય કુમારો ની રુચિ હતી, ભગવાનને છોડી ને એક ક્ષણ માટે પણ એમનું ચિત્ત (મન) સંસારના કોઈ વિષયોમાં ન જતું એવા સહજ સ્વભાવ વાળા સિદ્ધ વિરક્ત કઈ રીતે સૃષ્ટિ કાર્યના કાર્યમાં ભાગ લે, તેઓના મુખથી નિરંતર "હરિ: શરણમ" મંગલમય મંત્ર નીકળ્યા કરે છે, તેઓ ની વાણી મંગલમય મંત્ર ક્યારેય પણ વિરામ લેતી નથી, તેઓનું મન સદા માટે શ્રી હરિ માં જ લાગેલું રહે છે, એના ફળસ્વરૂપે આ ચારેય કુમાર ઉપર કાલનો કોઈ પ્રભાવ ન પડ્યો હંમેશ માટે પાંચ વર્ષની જ અવસ્થા કે પાંચ વર્ષની વયના છે, ભૂખ તરસ ઠંડી ગરમી નિદ્રા આળસ કાંઈ પણ માયાના વિકારો એમને સ્પર્શ કરી નથી શકતા એવા સનત કુમારો નું નિવાસ ધામ જનલોક છે જ્યાં વિરકત ભક્ત તપસવી મનુષ્યો જ નિવાસ કરે છે એ લોકમાં બધા નિત્યમુક્ત છે, પરંતુ ત્યાં બધા ભગવાનના દિવ્ય ગુણો અને મંગલમય ચરિત્ર સાંભળવા માટે હંમેશાં ઉત્કંઠિત રહે છે, હંમેશા અખંડ સત્સંગ ચાલ્યા જ કરે છે, કોઈ પણ ને વક્તા બનાવી ત્યાંના બાકી રહેલા બધાં લોકો બહુ શ્રદ્ધાથી વક્તાની સેવા કરી નમ્રતાપૂર્વક ભગવાનનાં ચરિત્રોનું શ્રવણ કરે છે પરંતુ સનકાદિક કુમારો નું તો જીવન જ સત્સંગ છે, ચારેય કુમારો સત્સંગ વગર એક ક્ષણ માત્ર પણ રહી નથી શકતા, મુખથી ભગવાન નામના જપ હૃદયમાં ભગવાનનું ધ્યાન બુદ્ધિમાં વ્યાપક ભગવદ્ તત્વની સ્થિતિ અને શરણોમાં ભગવદ્ ગુણાનુવાદ બસ એ જ એમની કાયમ માટે ની દિનચર્યા છે, ચારેય કુમારોની ગતિ બધા લોકમાં અબાધ છે, એ કાયમ પંચવર્ષીય દિગંબર કુમાર ઇચ્છાનુસાર વિચરણ કરતા રહે છે, પાતાળમાં ભગવાન શેષનારાયણ પાસે તથા કૈલાશપર્વત પર ભગવાન શંકર જીના પાસે વધારે રહે છે, ભગવાન શેષનારાયણ અને ભગવાન શંકર જીના મુખથી ભગવાન નાં ગુણો ના ચરિત્રો સાંભળતા રહેવા માં ક્યારે તૃપ્તિ ન થતી હતી ત્યારે ક્યારેક પરમ અધિકારી ભગવદ્ ભક્ત પર કૃપા કરવા માટે પૃથ્વી ઉપર પણ પધારે છે, મહારાજ પૃથુ ને એમને જ તત્વજ્ઞાન નો ઉપદેશ કર્યો હતો, દેવર્ષિ નારદજી એ પણ કુમારો પાસેથી શ્રીમદ્ ભાગવતજીનું શ્રવણ કર્યું હતું, અને કેટલાય અનેક મહાભાગ કુમારોના દર્શનથી અને એમના ઉપદેશામૃત કૃતાર્થ થયા છે, ભગવાન વિષ્ણુના દ્વાર રક્ષક જય વિજય કુમારોના અપમાન કરવાના કારણે વૈકુંઠથી (ચ્યુત) શ્રાપવાન થયા અને ત્રણ જન્મો સુધી આસુરી યોની મળતી રહી,
" *સત સંગતિ મુદ મંગલ મૂલા
સોઈ ફલ સિધિ સબ સાધન ફુલા*"
સનકાદિક ચારેય કુમાર ભક્તિમાર્ગના મુખ્ય આચાર્ય છે, સત્સંગ ના મુખ્ય આરાધક છે, શ્રવણમાં એમની દ્રઢ (ગાઢ) નિષ્ઠા છે જ્ઞાન વૈરાગ્ય નામ જપ અને ભગવત ચરિત્ર સાંભળવાની અબાદ ઉત્કંઠા ના આદર્શ જ એમનું સ્વરૂપ છે.
श्री रांदल ज्योतिष कार्यालय पंडयाजी सुरेन्द्रनगर गुजरातराज्य+919824417090/
+917802000033...
*विशेष:- जो व्यक्ति सुरेन्द्रनगर से बाहर अथवा देश से बाहर रहते हो, वह ज्योतिषीय परामर्श हेतु paytm या phonepe या Bank transfer द्वारा परामर्श फीस अदा करके, फोन द्वारा ज्योतिषीय परामर्श प्राप्त कर सकतें है शुल्क- 551/-*+919824417090
0 टिप्पणियाँ:
एक टिप्पणी भेजें
सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]
<< मुख्यपृष्ठ