शनिवार, 7 अगस्त 2021

વિષય :- गन्धः (तिलक)


વિષય :-  गन्धः (तिलक)

●गन्धगुणाः
●गन्धतिलकधारणमंत्राः
●गन्धतिलकधारणविचारः
●गन्धधारणप्रकारः
●आवश्यकता
● गन्धमुद्राधारणम्
●विलेपनविचारः
●गन्धस्थानानि
● द्रव्य
● केशर द्रव्य देवस्नान समये उद्वर्तन सह ?

ગન્ધના ગુણ
श्यामं शान्तिकरं प्रोक्तं रक्तं वश्यकरं भवेत्।
श्रीकरं पीतमित्याहुर्वैष्णवं श्वेतमुच्यते।।
અર્થ:- કાળુ તિલક શાંતિ માટે, લાલ તિલક વશીકરણ માટે, પીળુ તિલક શ્રી માટે અને વૈષ્ણવ(સંપ્રદાય)માટે શ્વેત તિલક કહ્યુ છે.
(ब्रह्मपुराण)

गन्धतिलकधारणमंत्राः।
ॐ सुचक्षाऽअहमक्षि.......।(पारस्करगृह्य)
સ્વયં માટે
.....
ॐ स्वस्ति नऽ इन्द्रो....
ह्रीं स्वस्त्यस्तु याविना.....
ह्रीं नारदाद्या ऋषिगणाः...
ह्रीं केशवानन्त गोविंद वराह पुरुषोत्तम।
   पुण्यं यशस्यमायुष्यं तिलकं मे प्रसीदतु।।
   कान्ति लक्ष्मीं धृतिं सौख्यं सौभाग्यमतुलं बलम् ।
ददातु चन्दनं नित्यं सततं धारयाम्यहम्।।
યજમાન માટે

गन्धे उक्तद्रव्याणि
कस्तूरी कुङ्कुमं फल्गु सिन्दूरं रक्तचंदनम्।
गोरोचना गन्धकाष्ठं जलं चाऽगरु गोमयम्।।

અર્થ:- કસ્તૂરી, કંકુ, ગુલાલ, સિંદૂર, લાલચંદન,ગોરોચન, ચંદનકાષ્ટ જલ સાથે ,અગર અને ગોમય આ બધા તિલક માટે ના દ્રવ્ય કહેવાય.
(वाचस्पति)
અન્ય - હરિ ચંદન, ગોપી ચંદન, શ્વેતચંદન,રક્તચંદન,ગોમતી ચંદન,ગોકુલ ચંદન, તુલસી ચંદન આ બધા ચંદનના પ્રકાર છે.

તિલક આવશ્યકતા
स्नानान्ते सर्ववर्णानां
आश्रमाणां तथैव च ।
एतानि तिलकान्याहुः 
सन्ध्यादिसर्वकर्मसु।।
काम्यं नैमित्तिकं नित्यं 
यत्किञ्चित्कर्म नारद ।।
वर्णाश्रमाणां तन्नास्ति 
स्नानान्ते *तिलकं* विना।
कर्म वर्णाश्रमाणां स्यात् 
एवं पित्र्यं न तत्फलम्।। 
स्नानं संध्या पञ्चयज्ञान् 
पैत्र्यं होमादि कर्म यः ।
विना तिलकदर्भाभ्यां 
कुर्यात्तन्निष्फलं भवेत्।।
અર્થ -હે નારદ! કામ્ય, નૈમિત્તિક,નિત્ય કર્મમા ચારેય વર્ણ અને ચારેય આશ્રમના લોકોએ સ્નાન બાદ તરત જ તિલક ન કરે તો પિતૃ તે કર્મનુ ફળ આપતા નથી માટે સ્નાન કરી તરત જ તિલક કરવું જોઈએ, સ્નાન,સંધ્યા,પંચયજ્ઞ, પિતૃકાર્ય અને યજ્ઞ આ બધા જ કર્મમા તિલક અને દર્ભ વિના કાર્ય ન કરવું.
(वाचस्पति)

गन्धधारणप्रकारः।
अङ्गुष्ठं पुष्टिदः प्रोक्तो मध्यमा पुष्टिकारिणी।
अनामिकान्नदा नित्यं मुक्तिदा च प्रदेशिनी।।
एतैरङगुलिभेदैस्तु कारयेन्न नखैः स्पृशेत्।।
અર્થ:-
-આંગળી                       ફળ
   અંગૂઠાથી                    પુષ્ટિપ્રદ
   મધ્યમા                      સંતોષકારિણી
   અનામિકા                   અન્નપ્રદ
   તર્જની                         મુક્તિ

       તિલક કરતા સમયે ગન્ધદ્રવ્ય મા નખ નો સ્પર્શ કરવો નહિ.

अभ्यङ्गस्नानं कुर्याचेत् 
धार्यं चन्दनमेव च ।
ललाटे भस्म नो धार्यं 
सन्ध्योपासनकर्मणि ।।
अनामिक्या च देवस्य 
ऋषिणां च तथैव च । 
गन्धानुलेपनं कार्यं 
प्रयत्नेन विशेषतः।।
पितृणामर्पयेत्गन्धं 
तर्जन्यां च सदैव हि ।
तथैव मध्यमाङ्गुल्या 
धार्यं गन्धं स्वयं बुधै:।।
અર્થ:- સુગંધિ પદાર્થોથી સ્નાન કરી લલાટમા તિલક કરવુ, સંધ્યાની ભસ્મ કરવી.
દેવતાઓને,ૠષિઓને અનામિકા થી તિલક કરવું, પિતૃદેવને તર્જની અને બુદ્ધિજનૉએ સ્વયંને મધ્યમા આંગળીથી તિલક કરવું.

બ્રાહ્મણ,ક્ષત્રિય અને વૈશ્ય એ ઊર્ધ્વપુણ્ડ્ર તિલક કરવુ અને શૂદ્ર એ ગોળાકાર તિલક કરવું. બીજો પ્રકાર એવો પણ છે બ્રાહ્મણ માટે ઊર્ધ્વપુણ્ડ શ્રેષ્ઠ, ક્ષત્રિય માટે ત્રિપુણ્ડ, વૈશ્ય માટે અર્ધચંદ્ર અને શૂદ્ર માટે વર્તુળ (ચંદન માટે શ્વેતચંદન કે અન્ય શુદ્ધ ચંદન લઈ શકાય)

ललाटदक्षिणे ब्रह्मा
वसेत् वामे महेश्वरः ।
मध्ये विष्णुः वसेन्नित्यं 
तस्मान्मध्यं न लेपयेत् ।। 
અર્થ:- લલાટમા જમણે બ્રહ્મા, ડાબે શિવ અને મધ્યમા વિષ્ણુ વાસ કરે છે. લલાટમા વચ્ચેનો ભાગ ખુલ્લો રાખવો ચંદન લેપ કરવુ નહિં. 

शूद्रस्यैकाङ्गुलं प्रोक्तं
आयतं द्व्यंगुलं विशि । 
क्षत्रिये त्र्यंङ्गुलं तद्वत् 
ब्राह्मणे चतुरङ्गुलम्।।

શૂદ્રે એક, વૈશ્યે બે, ક્ષત્રિયે ત્રણ અને બ્રાહ્મણે ચાર આંગળના માપનુ તિલક કરવું.

भ्रुवोर्मध्यादधः स्थानं मूलबाहुर्मनीषिणः।
ब्रह्मचारी गृहस्थश्च वानप्रस्थो यतिस्तथा।
कुर्यात् यदूर्ध्वपुण्ड्रं तद्वैष्णवो हरिमंदिरम्।।
અર્થ:- ભ્રમર ની વચ્ચે નાસિકા ના ઉપરના ભાગથી મનીષિઓએ તિલક કરવું. ચારેય આશ્રમીઓ ઊર્ધ્વપુણ્ડ્ર ધારણ કરે તે સ્વયં હરિમંદિર સમાન બને છે.

શિવમાર્ગના દીક્ષાર્થી એ ભસ્મ ત્રિપુણ્ડ
વૈષ્ણવમાર્ગના દીક્ષાર્થી એ ઊર્ધ્વપુણ્ડ 
તિલક કરવુ જોઈએ.

જે દેવની ઉપાસના કરતા હોઈએ તે દેવને સંબંધિત તિલક કરવુ જોઈએ.

  ગણેશ - રક્તચંદન થી તિલક
  વિષ્ણુ  - ઊર્ધ્વપુણ્ડ્ર
   શિવ   -  ત્રિપુણ્ડ 
  દેવી    -  કુંકુમ,હરિદ્રા 
  સૂર્ય    -  સૂર્ય આકૃતિ
.........
ગન્ધસ્થાન
તિલક કયા કયા અંગો પર લગાવવું
- લલાટ,ઉદર,હ્રદય,કંઠે,જમણી કુખ, જમણો હાથ, બે કાનની બુટી, ડાબી કુખ,ડાબો હાથ, પીઠે, મસ્તક પર નારાયણ ના અલગ અલગ નામોથી સંતો,વૈષ્ણવૉ,સ્માર્તોએ તિલક કરવું.

શુભકાર્યમા
तिलकं कुङ्कुमेनैव सदा मङ्गलकर्मणि।
कारयित्वा सुमतिमान् न श्वेतचन्दनं मुदा।।
  અર્થ:- શુભકાર્યમા સદાય કંકુ નુ તિલક ભાલ પ્રદેશમા બુદ્ધિશાળીએ અવશ્ય કરવું,શ્વેતચંદન નો ઉપયોગ શુભકાર્યમા ન કરવો.

તિલક લગાવી શંખ,ચક્ર ની મુદ્રા શરીર પર ચંદનથી અંકિત કરે અને તુલસીપત્ર ભક્ષણ કરે તે વ્યક્તિ પરમ ગતિ ને પ્રાપ્ત કરે છે.

પોતાના પગ પર રહેલું ચંદન ન લેવું, અરીસામા, જલમા જોયા વિના, સીધુ મસ્તક રાખી તિલક લગાવે તેની ધર્મવૃદ્ધિ થાય છે. વળી કહે છે કે સવારે ચંદન વધારે માત્રામા લઈ લલાટમા લેપિત કરવું, બપોરે માત્ર ત્રિપુણ્ડ, સાંજે ચંદન આંગળીના ટેરવા જેટલું લગાવવું. રાતે સૂતા પહેલા તિલક કાઢી લેવું.

   તિલક વિના કોઈ પણ ધાર્મિક કાર્યો કરી શકાતુ નથી,ચંદનનુ તિલક લગાવવાથી પાપનો નાશ થાય છે,જે તિલક લગાવે તેના પર લક્ષ્મી પ્રસન્ન થાય છે,જ્ઞાનતંતુ સંયમમા રહી સક્રિય બને છે, તિલક વિનાના બ્રાહ્મણને ક્યારેય વંદન ન કરવા , તિલક વિના પોતાએ કોઈને વંદન કરવા નહિ. તિલક કે ભસ્મ વિનાનુ કપાળ ધિકકારવા યોગ્ય છે.

તિલક કરવાથી મનને શાંતિ મળે છે તેમજ બુદ્ધિના દેવતાઓની પૂજા થાય છે. આજ્ઞાચક્ર ને સ્થાને તિલક કરવાથી મન નિયંત્રણ મા રહે છે. તિલક સંપ્રદાય, પરંપરા મુજબ જુદા જુદા હોય છે , ઉપરોક્ત શાસ્ત્રીય દ્રવ્યથી જ  તિલક  કરવું જોઈએ.

  દેવતાઓને સ્નાન કરાવતા સમયે કેશર, કસ્તૂરી આદિ દ્રવ્ય ગંધોદક મા આવે સુગંધ ભલે આપે છે પણ આ બધા દ્રવ્ય ચંદન ની તુલનામા આવતા હોવાથી ગંધોદક બનાવી ઉપયોગમા લેવું. 🙏 શ્રી રાંદલ જ્યોતિષ કાર્યાલય પંડયાજી સુરેન્દ્રનગર+૯૧૯૮૨૪૪૧૭૦૯૦.+૯૧૮૭૦૨૦૦૦૦૩૩.

0 टिप्पणियाँ:

एक टिप्पणी भेजें

सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]

<< मुख्यपृष्ठ