ચંડીપાઠ મહાતમ્યઃ-
ચંડીપાઠ એટલે માતાજીનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ
ચંડીપાઠ કરવાથી મલિન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. શ્રદ્ધાથી મા અંબાના કોઇપણ સ્વરૂપની પૂજા કરવાથી તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે.
વાણીથી જેનું વર્ણન થઈ શકે તેને વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. એટલે જ ભાગવતને શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ માનવામાં આવે છે. તેવી જ રીતે ચંડીપાઠને પણ માતાજીનું વાંગમય પ્રત્યક્ષ સ્વરૂપ માનવામાં આવે છે. માતાજીના યજ્ઞોમાં પણ ચંડીપાઠના શ્લોકો બોલીને આહુતિ આપવામાં આવે છે. ‘માતા પરં દૈવતમ્’ આ જગતમાં માતાને પરમતત્વ અને પરમ દૈવત માનવામાં આવે છે. માતૃશક્તિની ઉપાસના દરેક ધર્મમાં અલગ અલગ નામોથી કરવામાં આવે છે. વૈષ્ણવો યમુનાજી રૂપે, જૈનો પદ્માવતી રૂપે, ખ્રિસ્તીઓ મેરી રૂપે. માતૃશક્તિ વગર જીવન શક્ય નથી.
શિવના પરમ ઉપાસક આદિગુરુ શંકરાચાર્ય પણ અંતે શક્તિની આરાધના કરતાં કહે છે, ‘ગતિસ્ત્વં, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની’ હે ભવાની! જીવો માટે, ઉપાસકો માટે તું જ પરમ ગતિ છે. આજે આપણે ચંડીપાઠમાં તેર અધ્યાયના મહિમા વિશે જાણકારી મેળવીશું. ચંડીપાઠના લેખક માર્કંડેય મુનિ છે. ચંડીપાઠ કરતાં પહેલાં કવચ, અર્ગલા, કીલક, ન્યાસ, માળા, ધ્યાન, આસનપૂજા વગેરે કરવામાં આવે છે. આમ તો ચંડીપાઠ સમગ્ર વર્ષ દરમિયાન ગમે ત્યારે કરી શકાય છે, પરંતુ નવરાત્રિ દરમિયાન ચંડીપાઠનું ફળ વિશેષ મળે છે.
પ્રથમ અધ્યાય : આમાં મહાકાળી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહાપ્રલય સમયે શેષશૈયા ઉપર પોઢેલા નારાયણની નાભિમાંથી બ્રહ્નાજી પ્રગટ થાય છે. આ સમયે મધુ અને કૈટભ નામના દૈત્યો ઉત્પન્ન થાય છે. બ્રહ્નાજીને ડર લાગવાથી યોગમાયાની સ્તુતિ કરે છે. યોગમાયા નારાયણને જાગૃત કરે છે. પાંચ હજાર વર્ષ સુધી મધુ-કૈટભ નારાયણ સાથે યુદ્ધ કરે છે. અંતે નારાયણ તેમનો વધ કરે છે.
બીજો અધ્યાય : આમાં મહાલક્ષ્મી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર દેવોને પરાજિત કરીને ઇન્દ્ર બન્યો. આથી દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ દેવી નારાયણની ભ્રૂકુટિમાંથી ઉત્પન્ન થઇ હતી. આ દેવીએ મહિષાસુરની સેનાનો વધ કર્યો.
ત્રીજો અધ્યાય : આમાં કમલાસન પર બેઠેલાં જગદંબાને વંદન કરી તેમનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુર પોતાની સેનાના નાયક ચિક્ષુરને લઇને આવે છે. મહિષાસુર પોતાની માયા વડે પાડાનું, સિંહનું એમ અલગ અલગ સ્વરૂપો લઇને માતાજીની સામે યુદ્ધ કરવા લાગ્યો. માતાજીએ મહિષાસુરનો વધ કર્યો. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
ચોથો અધ્યાય : આમાં જયા નામની દુર્ગાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. મહિષાસુરના મૃત્યુથી આનંદિત દેવોએ માતાજીની સ્તુતિ કરી. આ સ્તુતિને ‘શક્રાદય સ્તુતિ’ કહેવામાં આવે છે. નવચંડી વગેરે માતાજીના યજ્ઞોમાં પૂણૉહુતિ સમયે બ્રાહ્નણો આ અધ્યાય મોટેથી રાગમાં બોલતા હોય છે. આ અધ્યાયનો નિત્યપાઠ કરવાથી માતાજીની કૃપા પ્રાપ્ત થાય છે.
પાંચમો અધ્યાય : આમાં પાર્વતીના શરીરમાંથી ઉત્પન્ન થયેલાં સરસ્વતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. પાંચમા અધ્યાયને દેવીસ્તુતિ કહે છે. માતાજીનાં અલગ અલગ સ્વરૂપોને નમસ્કાર કરવામાં આવ્યાં છે. યા દેવી સર્વ ભૂતેષુ માતૃ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ, નમસ્તસ્યૈ નમો નમ: આ પ્રમાણે અનેક સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. માતાજી અને શુંભ, નિશુંભ નામના દૂતોનો સુંદર સંવાદ વર્ણવ્યો છે.
છઠ્ઠો અધ્યાય : આ અધ્યાયમાં પદ્માવતી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં માતાજી ધૂમ્રલોચનનો વધ કરે છે.
સાતમો અધ્યાય : આ અધ્યાયમાં માતંગી, મોઢેશ્વરી માતાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. માતાજી ચંડ અને મુંડને મારે છે માટે તેમનું નામ ‘ચામુંડા’ પડે છે. આ અધ્યાયમાં યુદ્ધનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે.
આઠમો અધ્યાય : આ અધ્યાયમાં સર્વ પ્રકારની સિદ્ધિઓ આપનારી ભવાની માતાજીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. રક્તબીજ નામનો દૈત્ય કોઇનાથી મરતો નહોતો. વરદાન પ્રમાણે તેના શરીરમાંથી જેટલાં લોહીનાં ટપકાં પડે તેટલા દૈત્યો ઉત્પન્ન થાય. આને મારવા ચામુંડાદેવી આ દૈત્યને પોતાના મુખમાં લઇને તેનું લોહી ગટગટાવી તેનો વધ કર્યો.
નવમો અધ્યાય : આ અધ્યાયમાં શ્રીમૂર્તિ એવા અર્ધચંદ્રને ધારણ કરતાં અને ત્રણ નેત્રવાળાં અંબાનું ધ્યાન ધર્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. અનેક પ્રકારનાં આયુધોને ધારણ કરનારી અંબાદેવી નિશુંભ નામના બળવાન દૈત્યનો વધ કરે છે.
દસમો અધ્યાય : આ અધ્યાયમાં શિવની શક્તિ એવી કામેશ્વરી નામની અંબાનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આ અધ્યાયમાં પણ યુદ્ધનું સુંદર વર્ણન છે. માતાજી શુંભ નામના દૈત્યનો વધ કરે છે. દેવો અને ગંધર્વો પુષ્પવૃષ્ટિ કરીને માતાજીની સ્તુતિ કરે છે.
અગિયારમો અધ્યાય : આ અધ્યાયમાં ભક્તોને અભય આપનાર ભુવનેશ્વરી દેવીનું ધ્યાન ધરવામાં આવ્યું છે. આમાં માતાજીનું વર્ણન કરતા સુંદર શ્લોકો આપેલા છે. દેવો સાથે મળીને માતાજીને વંદન કરે છે. પોતાના મનોભાવો માતાજીને અર્પણ કરે છે. આ અધ્યાયમાં નારાયણી, ગૌરી, બ્રહ્નાણી, બહુચરાજી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઇન્દ્રાણી, ચામુંડા, લક્ષ્મી, સરસ્વતી જેવી અનેક દેવીઓનાં વાહનો તથા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે.
બારમો અધ્યાય : આમાં ચંદ્રને ધારણ કરનારી મા દુગૉનું સુંદર વર્ણન છે. આ અધ્યાયમાં માતાજી સ્વમુખે ચંડીપાઠના મહિમાનું વર્ણન કરે છે. માતાજીની ભક્તિથી કઇ કઇ શક્તિઓ પ્રાપ્તિ થાય છે તેનું સુંદર વર્ણન માતાજીએ કર્યું છે. આ અધ્યાયને ચંડીપાઠની ફલસ્તુતિ કહેવામાં આવે છે. માતાજી કહે છે કે જે નિત્ય મારી ભક્તિ કરે છે તેને ધન, કુલદીપક, ધાર્મિક બુદ્ધિ, શુભ વિચારો તથા મુક્તિની પ્રાપ્તિ થાય છે. હું લક્ષ્મી બનીને તેના ઘરને પાવન કરું છું. પાપીઓને કુબુદ્ધિ ને દરિદ્રતા આપું છું.
તેરમો અધ્યાય : આ અધ્યાયમાં શિવા નામની દેવીનું ધ્યાન ધર્યું છે. સૂરથ નામના રાજા અને વૈશ્ય નામના ભક્તને માતાજી અલગ અલગ વરદાનો આપે છે. માર્કંડેય મુનિ સાતસો શ્લોકોમાં માતાજીના સંપૂર્ણ ચરિત્રને વર્ણવે છે.
ચંડીપાઠ કરવાથી અથવા કોઇ વિદ્વાન બ્રાહ્નણ પાસે કરાવવાથી મિલન તત્વોથી રક્ષા થાય છે. ઘરનું વાતાવરણ મંગલમય બને છે. સુંદર વિચારોની પ્રાપ્તિ થાય છે. માતાજી ભવસાગર પાર કરાવનાર છે. જે ભક્ત શ્રદ્ધાથી મા અંબાના કોઇપણ સ્વરૂપની પૂજા કરે છે તેની સર્વ મનોકામના માતાજી પરિપૂર્ણ કરે છે. ચંડીપાઠ સંસ્કૃતમાં ન આવડે તો ગુજરાતીમાં તેનું ભાષાંતર વાંચવાથી પણ મા પ્રસન્ન થાય છે. ચંડીપાઠનું પુસ્તક માત્ર ચોપડી નથી પરંતુ મા અંબાનું પ્રત્યક્ષ વાંગમય સ્વરૂપ છે. મા અંબા સૌના પર કૃપા કરે એવા સદ્ભાવ સાથે જય જય અંબે!
श्रीदुर्गासप्तशती - चतुर्थोऽध्याय:शक्रादय स्तुति.
चतुर्थोऽध्याय:
ध्यानम्
ॐ कालाभ्राभां कटाक्षैर्रिकुलभयदां मौलिबद्धेन्दुरेखां
शड्खं चक्रं कृपाणं त्रिशिखमपि करैरुद्वहन्तीं त्रिनेत्राम्।
सिंहस्कन्धाधिरूढां त्रिभुवनमखिलं तेजसा पूरयन्तीं
ध्यायेद् दुर्गां जयाख्यां त्रिदशपरिवृतां सेवितां सिद्धकामै:॥
'ॐ' ऋषिरुवाच॥१॥
शक्रादय: सुरगणा निहतेऽतिवीर्ये
तस्मिन्दुरात्मनि सुरारिबले च देव्या।
तां तुष्टुवु: प्रणतिनम्रशिरोधरांसा
वाग्भि: प्रहर्षपुलकोद्गमचारुदेहा:॥२॥
देव्या यया ततमिदं जगदात्मशक्त्या
निश्शेषदेवगणशक्तिसमूहमूर्त्या।
तामम्बिकामखिलदेवमहर्षिपूज्यां
भक्त्या नता: स्म विदधातु शुभानि सा न:॥३॥
यस्या: प्रभावमतुलं भगवाननन्तो
ब्रह्मा हरश्च न हि वक्तुमलं बलं च।
सा चण्डिकाखिलजगत्परिपालनाय
नाशाय चाशुभभयस्य मतिं करोतु॥४॥
या श्री. स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी:
पापात्मनां कृतधियां ह्रदयेषु बुद्धि:।
श्रद्धा सतां कुलजनप्रभवस्य लज्जा
तां त्वां नता: स्म परिपालय देवि विश्वम्॥५॥
किं वर्णयाम तव रूपमचिन्त्यमेतत्
किं चातिवीर्यमसुरक्षयकारि भूरि।
किं चाहवेषु चरितानि तवाद्भुतानि
सर्वेषु देव्यसुरदेवगणादिकेषु॥६॥
हेतु: समस्तजगतां त्रिगुणापि दोषैर्न
ज्ञायसे हरिहरादिभिरप्यपारा।
सर्वाश्रयाखिलमिदं जगदंशभूत-
मव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या॥७॥
यस्या: समस्तसुरत समुदीरणेन
तृप्तिं प्रयाति सकलेषु मखेषु देवि।
स्वाहासि वै पितृगणस्य च तृप्तिहेतु-
रुच्चार्यसे त्वमत एव जनै: स्वधा च॥८॥
या मुक्तिहेतुरविचिन्त्यमहाव्रता त्व-
मभ्यस्यसे सुनियतेन्द्रियतत्त्वसारै:।
मोक्षार्थिभिर्मुनिभिरस्तसमस्तदोषै-
र्विर्द्यासि सा भगवती परमा हि देवी॥९॥
शब्दात्मिका सुविमलर्ग्यजुषां निधान-
मुद्गीथरम्यपदपाठवतां च साम्नाम्।
देवी त्रयी भगवती भवभावनाय
वार्त्ता च सर्वजगतां परमार्तिहन्त्री॥१०॥
मेधासि देवि विदिताखिलशास्त्रसारा
दुर्गासि दुर्गभवसागरनौरसङ्गा।
श्री: कैटभारिह्रदयैककृताधिवासा
गौरी त्वमेव शशिमौलिकृतप्रतिष्ठा॥११॥
ईषत्सहासममलं परिपूर्णचन्द्र-
बिम्बानुकारि कनकोत्तमकान्तिकान्तम्।
अत्यद्भुतं प्रह्रतमत्तरुषा तथापि
वक्त्रं विलोक्य सहसा महिषासुरेण॥१२॥
दृष्ट्वा तु देवि कुपितं भ्रुकुटीकराल-
मुद्यच्छशाङ्कसदृशच्छवि यन्न सद्य:।
प्राणान्मुमोच महिषस्तदतीव चित्रं
कैर्जीव्यते हि कुपितान्तकदर्शनेन॥१३॥
देवि प्रसीद परमा भवती भवाय
सद्यो विनाशयसि कोपवती कुलानि।
विज्ञातमेतदधुनैव यदस्तमेत-
न्नीतं बलं सुविपुलं महिषासुरस्य॥१४॥
ते सम्मता जनपदेषु धनानि तेषां
तेषां यशांसि न च सीदति धर्मवर्ग:।
धन्यास्त एव निभृतात्मजभृत्यदारा
येषां सदाभ्युदयदा भवती प्रसन्ना॥१५॥
धर्म्याणि देवी सकलानि सदैव कर्मा-
ण्यत्यादृत: प्रतिदिनं सुकृती करोति।
स्वर्गं प्रयाति च ततो भवतीप्रसादा-
ल्लोकत्रयेऽपि फलदा ननु देवि तेन॥१६॥
दुर्गे स्मृता हरसि भीतिमशेषजन्तो:
स्वस्थै: स्मृता मतिमतीव शुभां ददासि।
दारिद्र्यदु:खभयहारिणि का त्वदन्या
सर्वोपकारकरणाय सदाऽऽद्रिचित्ता॥१७॥
एभिर्हतैर्जगदुपैति सुखं तथैते
कुर्वन्तु नाम नरकाय चिराय पापम्।
संग्राममृत्युमधिगम्य दिवं प्रयान्तु
मत्वेति नूनमहितान् विनिहंसि देवी॥१८॥
दृष्ट्वैव किं न भवती प्रकरोति भस्म
सर्वासुरानरिषु यत्प्रहिणोषि शस्त्रम्।
लोकान् प्रयान्तु रिपवोऽपि हि शस्त्रपूता
इत्थं मतिर्भवति तेष्वपि तेऽतिसाध्वी॥१९॥
खड्गप्रभानिकरविस्फुरणैस्तथोग्रै:
शूलाग्रकान्तिनिवहेन दृशोऽसुराणाम्।
यन्नागता विलयमंशुमदिन्दुखण्ड-
योग्याननं तव विलोकयतां तदेतत्॥२०॥
दुर्वृत्तवृत्तशमनं तव देवि शीलं
रूपं तथैतदविचिन्त्यमतुल्यमन्यै:।
वीर्यं च हन्तृ ह्रतदेवपराक्रमाणां
वैरिष्वपि प्रकटितैव दया त्वयेत्थम्॥२१॥
केनोपमा भवतु तेऽस्य पराक्रमस्य
रूपं च शत्रुभयकार्यतिहारि कुत्र।
चित्ते कृपा समरनिष्ठुरता च दृष्टा
त्वय्येव देवि वरदे भुवनत्रयेऽपि॥२२॥
त्रैलोक्यमेतदखिलं रिपुनाशनेन
त्रातं त्वया समरमूर्धनि तेऽपि हत्वा।
नीता दिंवं रिपुगणा भयमप्यपास्त-
मस्माकमुन्मद्सुरारिभवं नमस्ते॥२३॥
शूलेन पाहि नो देवि पाहि खड्गेन चाम्बिके।
घण्टास्वनेन: पाहि चापज्यानि:स्वनेन च॥२४॥
प्राच्यां रक्ष प्रतीच्यां च चण्डिके रक्ष दक्षिणे।
भ्रामणेनात्मशूलस्य उत्तरस्यां तथेश्वरि॥२५॥
सौम्यानि यानि रूपाणि त्रैलोक्ये विचरन्ति ते।
यानि चात्यर्थघोराणि तै रक्षास्मांस्तथा भुवम्॥२६॥
खड्गशूलगदादीनि यानि चास्त्राणी तेऽम्बिके।
करपल्लवसङ्गीनि तैरस्मान् रक्ष सर्वत:॥२७॥
ऋषिरुवाच॥२८॥
एवं स्तुता सुरैर्दिव्यै: कुसुमैर्नन्दनोदऽऽभवै:।
अर्चिता जगतां धात्री तथा गन्धानुलेपनै:॥२९॥
भक्त्या समस्तैस्त्रिदशैर्दिव्यैर्धूपैस्तु धूपिता।
प्राह प्रसादसुमुखी समस्तान् प्रणतान् सुरान्॥३०॥
देव्युवाच॥३१॥
व्रियतां त्रिदशा: सर्वे यदस्मत्तोऽभिवाच्छितम्॥३२॥
देवा ऊचु:॥३३॥
भगवत्या कृतं सर्वं न किंचिदविशष्यते॥३४॥
यदयं निहत: शत्रुरस्माकं महिषासुर:।
यदि चापि वरो देयस्त्वयास्माकं महेश्वरि॥३५॥
संस्मृता संस्मृता त्वं नो हिंसेथा: परमापद:।
यश्च मर्त्य: स्तवैरेभिस्त्वां स्तोष्यत्यमलानने॥३६॥
तस्य वित्तर्द्धिविभवैर्धनदारादिसम्पदाम्।
वृद्धयेऽस्मत्प्रसन्ना त्वं भवेथा: सर्वदाम्बिके॥३७॥
ऋषिरुवाच॥३८॥
इति प्रसादिता देवैर्जगतोऽर्थे तथाऽऽत्मन:।
तथेत्युक्त्वा भद्रकाली बभूवान्तर्हिता नृप॥३९॥
इत्येतत्कथितं भूप सम्भूता सा यथा पुरा।
देवी देवशरीरेभ्यो जगत्त्रयहितैषिणी॥४०॥
पुनश्च गौरीदेहात्सा समुद्भूता यथाभवत्।
वधाय दुष्टदैत्यानां तथा शुम्भनिशुम्भयो:॥४१॥
रक्षणाय च लोकानां देवानामुपकारिणी।
तच्छृणुष्व मयाऽऽख्यातं यथावत्कथयामि ते॥र्हीं ॐ॥४२॥
इति श्रीमार्कण्डेयपुराणे सावर्णिके मन्वन्तरे देवीमाहात्मये
शक्रादिस्तुतिर्नाम चतुर्थोऽध्याय:॥४॥
उवाच ५, अर्धश्लाकौ २, श्लोका: ३५, एवम ४२, एवमादित: २५९॥