शुक्रवार, 2 अप्रैल 2021

વાસ્તુ પૂજન શા માટે જરૂરી છે અને કોણ છે આ વાસ્તુપુરુષ ?

વાસ્તુ પૂજન શા માટે જરૂરી છે અને કોણ છે આ વાસ્તુપુરુષ ?

નવું ઘર ખરીદ્યા પછી અથવા બનાવ્યા પછી દરેક ઘરમાં વાસ્તુ શાંતિ કરાવવામાં આવે છે. વાસ્તુશાંતિ વાસ્તુદેવને ખુશ કરવા માટે કરવા આવે છે. આ વાતની પાછળ એક એવી માન્યતા છે કે જમીનના કોઈ ભાગ ઉપર જ્યારે બાંધકામ કરવામાં આવે છે ત્યારે તે જમીન ઉપર નિવાસ કરતી શક્તિઓ જાગી જાય છે. આ શક્તિઓ જ વાસ્તુપુરુષ છે. વાસ્તુપુરુષ દેવતાના શરીર ઉપર જ દેવતાઓનો વાસ હોય છે. આ જ દેવતાઓને ખુશ કરવા માટે વાસ્તુ પૂજન કરવામાં આવે છે, જેથી આ તમામ દેવતાઓ ખુશ રહે અને આપણાં જીવનમાં સુખ વ્યાપેલું રહે.

નવા ઘરમાં શા માટે વધુ પ્રભાવિત કરી શકે છે વાસ્તુઃ-

કોઈ પણ નવા ઘરમાં વાસ્તુ પૂજનનું મહત્વ જૂના ઘર કરતા અનેક ગણું વધુ હોય છે, કારણ કે એવું માનવામાં આવે છે કે વાસ્તુપુરુષને જે પણ કષ્ટ મળે છે, તેનો બદલો(વેર) એ તે ઘરમાં રહેનારા સભ્યો પાસે પ્રથમ વર્ષમાં જ વાળી લે છે. જે પ્રકારે કોઈ પણ ઘા રુઝાતા સમય લાગે છે, તે જ રીતે વાસ્તુપુરુષને મળેલા કષ્ટો પણ દૂર થતા સમય લાગે છે. કોઈ પણ જગ્યાએ કરવામાં આવેલું બાંધકામ એક વર્ષ સુધી વાસ્તુપુરુષને વ્યાકુળ કરે છે, જેથી વાસ્તુપુરુષની ઊંઘમાં બાધા ઉત્પન્ન થાય છે. ઊંઘમાંથી જાગી ગયેલા વાસ્તુપુરુષને ભૂખ વધુ લાગે છે. વાસ્તુપુરુષની ભૂખ શાંત કરવા માટે હવન કરાવવો જોઈએ. આ જ કારણ છે કે ભૂમિપૂજનના સમયે પણ નારિયેળ ફોડી તેનો પ્રસાદ વાસ્તુપુરુષને ભોજન સ્વરુપમાં આપવામાં આવે છે.

મત્સ્યપુરાણમાં વાસ્તુપુરુષના જન્મ વિશે એક કથા આપવામાં આવેલી છે. જે મુજબ અંધકાસુર નામના રાક્ષસને મારવા માટે ભગવાન શંકરને તેની સાથે યુદ્ધ કરવું પડયું હતું. શિવ દ્વારા તે રાક્ષસનો સંહાર બાદ તેના માથા ઉપરથી પરસેવાના અમુક ટીપાં ધરતી ઉપર પડ્યા. આ ટીપાંમાંથી એક વિશાળ આકારનો પુરુષ જેવો દેખાતો જીવ ઉત્પન્ન થયો. આ જીવ જમીન ઉપર પડેલા અંધકાસુરનું ખૂન પીવા લાગ્યો, જ્યારે અંધકાસુરના ખૂનથી તેની ભૂખ શાંત ન થઈ તો તેણે શિવજી પાસે જઈ ત્રણેય લોકો (દેવલોક, પૃથ્વીલોક અને આકાશલોક)ને ખાવાની ઈચ્છા જાહેર કરી.

આ જીવે અંધકાસુરના નાશ માટે શિવજીની મદદ કરી હતી એટલે શિવજીએ તેને ઈચ્છા પૂરી કરી લેવા આજ્ઞા આપી દીધી. ત્યારબાદ આ જીવ દેવલોક અને આકાશલોક પાર કરી પૃથ્વીલોક પહોચ્યો. ત્રણેય લોકોના નાશથી ડરી ગયેલા દેવતાઓએ એ જીવને જોરનો ધક્કો આપ્યો, ત્યારે એ જીવ પૃથ્વી ઉપર ઊંધા મોં પડી ગયો. એ જીવ જે રીતે પૃથ્વી ઉપર પડ્યો હતો, તે જ સ્થિતિમાં બધા દેવતાઓ અને રાક્ષસોએ મળીને તેને દબાવી દીધો અને તેની ઉપર બેસી ગયા. આ જીવનું મોં સંપૂર્ણપણે જમીનમાં દબાવેલું હતું, જેના લીધે તેને ગૂંગળામણ થવા લાગી. બધા દેવતાઓએ તેને એ રીતે પકડી રાખ્યો હતો કે તે સહેજ પણ હલી નહોતો શકતો. દેવતાઓનો તે જીવના શરીર ઉપર વાસ હોવાને લીધે તેનું નામ વાસ્તુ પડી ગયું.

આ વાસ્તુપુરુષે દેવતાઓને વિનંતિ કરી કે તમે મને એ રીતે દબાવી રાખ્યો છે કે હું હલી પણ નથી શકતો. આ વિનંતિથી ખુશ થઈ બ્રહ્મા સહિત તમામ દેવતાઓએ તેને વરદાન આપ્યું કે તું જે સ્થિતિમાં અત્યારે છો, તે જ સ્થિતિમાં તારું શરીર આ ધરતી ઉપર વાસ કરશે. તમામ દેવતાઓનો તારા શરીર ઉપર વાસ રહેશે, જ્યારે પણ કોઈ માનવ આ પૃથ્વી ઉપર પોતાનું ઘર બનાવશે ત્યારે તે ઘરમાં નિવાસ કરતા પહેલા તમામ દેવતાઓ સહિત તારી પણ પૂજા કરવી જરુરી રહેશે.
વાસ્તુપૂજનના અંતમાં અને બલિ વૈશ્વેદેવના પૂજનમાં જે બલિ આપવામાં આવશે તે તારું ભોજન હશે. વાસ્તુપૂજનના અંતમાં જે યજ્ઞ કરવામાં આવશે તે પણ તને ભોજનના સ્વરુપમાં પ્રાપ્ત થશે. નવા ઘરના નિર્માણ બાદ જે વ્યક્તિ વાસ્તુપૂજન નહી કરે, તેમના દ્વારા અજાણતા જ ઘરમાં કરેલા કોઈ પણ યજ્ઞની આહૂતિનો ભાગ તને ચોક્કસ મળશે.વાસ્તુ મનુષ્યના જીવનમાં ખૂબ મહત્વ ધરાવે છે. આ દરેક વ્યક્તિના જીવન પર પ્રભાવ નાખે છે. અસલમાં વાસ્તુ ઘર વગેરેના નિર્માણ કરવાનુ પ્રાચીન ભારતીય વિજ્ઞાન છે. કેટલાક ઘરમાં જોવામાં આવે છે કે તેમના ઘરમાં વધુ ઝગડા થતા રહે છે કે પછી રોજ કોઈને કોઈ નુકશાન થતુ રહે છે.  કોઈપણ કાર્યને આગળ વધારવામાં મુશ્કેલીઓનો સામનો કરવો, ઘરમાં નકારાત્મકતા મહેસૂસ થવી વગેરે આ પરિસ્થિતિઓનુ કારણ વાસ્તુ પણ હોઈ શકે છે. 
ગૃહ પ્રવેશ વૈશાખ મહિનામાં કરનારાઓને ધન ધાન્યની કોઈ કમી રહેતી નથી. જે વ્યક્તિ પશુ અને પુત્ર સુખ ઈચ્છે છે એવી વ્યક્તિને પોતાના નવા મકાનમાં જેઠ મહિનામાં પ્રવેશ કરવો જોઈએ. બાકીના મહિના વાસ્તુ પૂજન અને ગૃહ પ્રવેશમાં સાધારણ ફળ આપનારા હોય છે.  ઘર ભલે પોતાનુ હોય કે પછી ભાડાનુ પણ કિંતુ ગૃહ પ્રવેશ થવો જ જોઈએ.  નહી તો આગળ જઈને ઘણી બધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.  પૂજા કર્યા વગર કે હવન કરાવ્યા વગર ઘરમાં પ્રવેશ કરવો વાસ્તુ દોષ કહેવાય છે. આને દૂર કરવા માટે પૂજા કરવામાં આવે છે.  આવુ કરવાથી બહા પ્રકારની નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે. 
માન્યતાઓ મુજબ મહા, ફાગણ, વૈશાખ, જેઠ મહિનો ગૃહ પ્રવેશ માટે સૌથી યોગ્ય બતાવ્યો છે.  જે ફાગણ મહિનામાં વાસ્તુ પૂજન કરવામાં આવે છે તેનાથી પુત્ર, પૌત્ર અને ધન પ્રાપ્તિ થાય છે. 

 આ દરમિયાન ન કરો ગૃહપ્રવેશ 

 અષાઢ, શ્રાવણ, ભાદરવો, અશ્વિન, પોષ આ બધા ગૃહ પ્રવેશ માટે શુભ નથી માનવામાં આવ્યા છે. ધનુ મીનના સૂર્ય મતલબ મલમાસમાં પણ નવા મકાનમાં પ્રવેશ ન કરવો જોઈએ. મંગળવારના દિવસે પણ ગૃહ પ્રવેશ કરવામાં આવી શકે છે.  વિધિપૂર્વક મંત્રોચ્ચાર કરીને જ ગૃહ પ્રવેશ કરવો જોઈએ. 

 આ હિસાબથી કરવો જોઈએ ગૃહ પ્રવેશ - 

 ગૃહ પ્રવેશ પહેલા વાસ્તુ શાંતિ કરાવવી શુભ હોય છે. આ માટે શુભ નક્ષત્ર વાર અને તિથિ આ પ્રકારને છે. 
શુભ વાર - સોમવાર-બુધવાર-ગુરૂવાર અને શુક્રવાર 
શુભ તિથિ - શુક્લપક્ષની દ્વિતીયા, તૃતીયા, પંચમી, સપ્તમી, દશમી, એકાદશી, દ્વાદશી અને ત્રયોદશી 
શુભ નક્ષત્ર - અશ્વિની, પુનર્વસુ, પુષ્ય, હસ્ત, ઉત્તરફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, રોહિણી, રેવતી, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, સ્વાતિ, અનુરાધા અને મધા. 
અન્ય વિચાર - ચંદ્રબળ, લગ્ન શુદ્ધિ અને ભ્રદ્રાદિનો વિચાર કરી લેવો જોઈએ. 
- જે ઘરમાં પ્રવેશ કરાવતા પહેલા પૂજા નથી કરાવાતી તેમા હંમેશા ક્લેશ રહે છે. અને ઘરના સભ્યો વચ્ચે ઝગડો થાય છે. 
- ગૃહ પ્રવેશ ન થતા ઘરના લોકોના આરોગ્ય પર ખરાબ અસર પડે છે. જેના કારણે હંમેશા કોઈને કોઈ બીમારીથી ગ્રસ્તિ રહે છે. 
- જે ઘરમાં આ દોષ પેદા થાય છે એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી. તેનાથી વિપરિત વધુ ખર્ચ રહેવા માંડે છે.                 

नमस्ते वास्तु पुरुषाय भूशय्या भिरत प्रभो |
मद्गृहं धन धान्यादि समृद्धं कुरु सर्वदा ||

0 टिप्पणियाँ:

एक टिप्पणी भेजें

सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]

<< मुख्यपृष्ठ