* આજે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણનો ૧૦૨૫ વષઁમો ઉદિચ્ય દિન*
* આજે ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણનો ૧૦૨૫ વષઁમો ઉદિચ્ય દિન*
*સંવત ૧૦૫૧નાં કાતિઁક સુદ-૧૫ (પૂનમ) ના રોજ પાટણ પતિ રાજા મૂળરાજ સોલંકીએ બ્રાહ્મણોને દાન આપ્યાં હતાં. એની યાદમાં દર વષઁમાં કારતક સુદ - ૧૫ ના રોજ અગર એ અરસામાં રાજસ્થાનનાં કોટા શહેર સહિત ઘણી જગ્યાએ ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણો "ઉદીચ્ય દિન" ની ઉજવણી કરે છે.*
ચૌલુકય વંશના રાજા (ઈ. સ. ૯૪૨ થી ૯૯૭) મૂળરાજ સોલંકીએ ઈ.સ. ૯૯૪માં વિક્રમ સંવત ૧૦૫૦માં વિદ્વાન શ્રેષ્ઠ અગ્નિહોત્ર, કમઁકાંડી ઋષિ પરંપરાગત જીવન જિવનાર એવા તેજસ્વી બ્રાહ્મણોને બલાવેલાં. જેમાં
ઉત્તરમાં ગંગા, યમુના સંગમ પ્રયાગ પ્રદેશમાંથી ૧૦૫ બ્રહ્મદેવોને લાવેલા.
ચ્યવન આશ્રમમાંથી ૧૦૦ બ્રાહ્મણ લાવેલા. .
અયોધ્યા સરયુ ક્ષેત્રમાંથી ૧૦૦ ભૂદેવ લાવેલા. .
કાન્યકુબ્જ (કનોજ) ક્ષેત્રમાંથી ૧૦૦ બ્રહ્મદેવોને લાવેલા.
કાશીક્ષેત્રમાંથી ૧૦૦ બ્રહ્મતેજને લાવવા. .
ગંગાદ્વાર પ્રદેશ તથા હરિદ્વારમાંથી ૧૦૦ બ્રાહ્મણ લાવ્યા.
નૈમિષારણ્યમાંથી ૧૦૦ બ્રાહ્મણ.
કુરુક્ષેત્રમાંથી ૨૦૦ બ્રાહ્મણ.
પુષ્કરક્ષેત્રમાંથી ૧૩૨ બ્રાહ્મણો સહિત
કુલ ૧૦૩૭ પવિત્ર જ્ઞાની અગ્નિહોત્ર તથા વેદાદિ શાસ્રો સાથે બ્રાહ્મણ પરિવારોને બોલાવીને પોતાના રાજ્યને વિશ્વનું સુંદર આદર્શ સંસ્કારધામ બનાવવા ગુજરાતના પાટનગર અણહિલપુર-પાટણમાં આમંત્રિત કરીને રાજાએ પટરાણી સાથે તેઓનું જાતે સ્વાગત પૂજન અચઁન કરીને પોતાના રાજ્યમાં રહીને ધમઁ, ધ્યાન, ઉપાસના, હોમ, હવન, વેદ પઠન, પાલન કરી ગુજઁર પ્રજાનો, સંસ્કૃતિનો વિકાસ કરવા વિનંતી કરી હતી.
પોતે વૃદ્ધ થયો હોવાથી સમગ્ર રાજ્ય આ બ્રાહ્મણોને આપવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ તપસ્વી બ્રાહ્મણોએ રાજ નહીં લેવાની અને કોઈપણ પ્રકારનાં દાન સ્વીકારવાની ના પાડીને બધા વિદ્વાન પરિવારને રાજશ્રમમાં મૂકીને દ્વારકા સોમનાથની જાત્રાએ નીકળી ગયા. તેમના સ્રી પરિવારની માવજત કરતાં કરતાં પટરાણીએ પોતાના રાજમહેલની મુલાકાત કરાવીને સ્રી સહજ લાગણીશીલ બનાવીને સન્માનપૂવઁક બ્રાહ્મણ પત્નીઓને ઉતમ પ્રકારના વસ્ર અલંકાર ઇત્યાદિ દાનમાં આપીને પ્રસન્ન કરી રાજાની દાનની ઇચ્છા પૂતિઁમાં સહયોગ આપ્યો.
ઘણા સમય બાદ યાત્રાથી પરત ફરતાં બ્રાહ્મણોએ પોતાની પત્નીઓને વસ્ત્રાલંકારથી શોભિત જોઇને ક્રોધિત થયાં. પરંતુ રાજા રાણીની શુદ્ધ ભાવના અને પત્નીઓનાં આગ્રહવશ (સ્રીહઠ) આગળ કૂણા પડીને રાજા મૂળરાજએ યોજેલા રાજય સમારોહમાં હાજર રહ્યાં.
રાજાએ પોતાનું સમગ્ર રાજય બ્રાહ્મણોને સોપીને મામાની હત્યાનાં દોષમાંથી મૂકત કરવા રાજ્યનું દાન સ્વીકારવા ખૂબ જ આગ્રહ કરતાં બ્રાહ્મણોએ ખૂબજ આનાકાની કરી પછી પત્નીઓનાં અત્યંત આગ્રહને વશ થઇને રાજા પાસે દાન સ્વીકારનો પ્રસ્તાવ બાબતે કહ્યું કે,
" અમે બ્રાહ્મણો છીએ. રાજ્ય કરવું એ અમારુ કામ નથી. અમે સુખેથી તમારા રાજ્યમાં રહીશું. તથા ધમઁ, ધ્યાન, કરી વેદાધ્યયન અને અગ્નિહોત્ર પાછળ તમારી સંપત્તિનો ઉપયોગ કરીશું. પરંતુ શરત એટલી કે, અમે રાજય નહીં કરીએ. રાજ્ય તો આપે કરવું પડશે. અને અમારી મિલકતની રક્ષા પણ આપે જ કરવી પડશે."
રાજા મૂળરાજ તપસ્વી બ્રાહ્મણોનાં બ્રહ્મ સંસ્કારથી ખૂશ થયો. અને સરસ્વતી તટે ટાપુ શ્રીસ્થળ પર આવેલ રુદ્રેશ્વર મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અગિયાર રુદ્ર સ્થાપીને રુદ્રમહાલય બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી. વિક્રમ સંવત ૧૦૫૦ અખાત્રીજ રુદ્રમહાલય ખાતમુહૂર્ત કરી અગિયાર દિવસનો મહારુદ્ર યાગ સફળતાથી ભવ્ય રીતે પૂણઁ કયોઁ. બોદ્ધાયન ઋષિ (બ્રાહ્મણ) તેમના અતિ વિદ્વાન પુત્ર (બાપ કરતા બેટો સવાયો કહેવત મુજબ) તથા ૧૦૩૫ બ્રાહ્મણોને દક્ષિણા દાનમાં આપવાનો સંકલ્પ બાદ એક મોટાં સમારંભનું આયોજન કરવામાં આવ્યું. સહુ વિદ્વાનોને તેમની વિદ્વતાની કક્ષાએ બિરાજમાન કરી રાજા મૂળરાજ અને પટરાણીએ સહુનું સ્વાગત કર્યું. પૂજન કરી ને મામા સામંતસિંહ ચાવડાનાં રાજ્યની ગાદી વારસા મળી એ પોતાના રાજયનાં શ્રીસ્થળની આજુબાજુનાં ૧૭૦ ગામો પ૦૦ બ્રાહ્મણોને દાનમાં આપ્યા. તથા સિહોર તથા આજુબાજુના ૮૯ ગામો બીજા ૫૦૦ બ્રાહ્મણોને સન્માનિત કરીને આપ્યાં. તેથી ઔદિચ્ય સહસ્ર બ્રાહ્મણ તરીકે ઓળખાયાં તથા ટોળકી બનીને દાન સ્વીકાર કરવાની ના પાડનારા ૩૭ બ્રાહ્મણોને રાજા દ્વારા સમજાવીને પાછળથી ૧૫ ગામ દાનમાં આપવામાં આવેલ.
૧૦૩૭ બ્રાહ્મણોને દાન આપવાની વિગતો શ્રી સ્થળ પ્રકાશમાં દશાઁવેલ છે. એ પૈકીનાં એક શ્લોક પ્રમાણે
वेदनेत्र नव समति वषेँ कातिँके शशितिषौ गुरुवारे ।
भकतदेव नृपति: समदाद सद्ग्राम दानानि पंडितेभ्य: ।।
અથાઁત શાકે ૯૨૪ ના કાતિઁક માસની પૂર્ણિમા અને ગુરુવારના દિવસે મહારાજા મૂળરાજે પંડિતોને સુંદર ગામોનાં દાન આપ્યાં.
સંસ્કૃતમાં ઉત્તર દીશાને ઉદીચી કહેવાય છે એથી આ ૧૦૩૭ બ્રાહ્મણોને ઉદીચ્ય (ઔદિચ્ય ) તરીકે ઓળખાય છે.
કહેવાય છે કે, પહેલાં સિદ્ધપુરનાં બ્રાહ્મણ સ્રીઓ મહારાજ મૂળરાજ દ્વારા અપાયેલ દાન બાદ એકવીસ બ્રાહ્મણ પત્નીઓ પોતાના ઘરે ગોરાણીઓ (બ્રાહ્મણ પરણિત સ્ત્રીઓને) તેડાવીને મિષ્ટ ભોજન જમાડીને પૂજન કરી દક્ષિણા આપીને ઔદીચ્ય દિન તરીકે ઉજવણી કરી હતી. આજેય આ પરંપરા સિદ્ધપુરમાં જાળવી રાખી છે. આજે દરેક બ્રાહ્મણ સ્રી કારતક પૂર્ણિમા અથવા આસપાસ ગુરુવાર રવિવાર અથવા મંગળવારે ત્રણ ગોયણી (ગોરાણી જમાડે છે) કરે છે.
૧૦૩૭ પૈકીના પ્રથમ એકવીસ બ્રાહ્મણોને ૨૧ પદ રૂપે શ્રીસ્થળ (સિદ્ધપુર) અને આજુબાજુની જાગીરો આપવામાં આવી.
દરેક પદમાં આજુબાજુની જમીન, ગામ, બગીચાઓ, જમીન, હાથી, ઘોડા, રથો, ગાયો, સુવણઁમુદ્રા, વસ્રો, અલંકારો, ગૃહ ઉપયોગી વાસણો તથા યજ્ઞયજ્ઞાદિ માટેનાં તમામ સાધનો
સભર પ્રથમ એકવીસ પદ લાયકાત પ્રમાણે આપવામાં આવ્યાં. (ક્રમશ)
ઉપરોકત લેખમાં જોડણીદોષ કે હકીકતદોષની સંભાવના હોઈ શકે છે અન્ય જગ્યાએ ઉપયોગમાં લેતાં પહેલાં તેની સત્યતાની ચકાસણી જાતે કરી લેવી જોઈએ. આપના પ્રતિભાવ (કોમેન્ટ) આવકાર્ય છે.
પોઝ બાય જયોતીન્દ્ર કા ભટ્ટ
સાહિત્ય સજઁન સિદ્ધપુર
0 टिप्पणियाँ:
एक टिप्पणी भेजें
सदस्यता लें टिप्पणियाँ भेजें [Atom]
<< मुख्यपृष्ठ